મહેન્દ્રનગરના દિવ્યેશભાઈને નવા બસ સ્ટેશન પાસેથી મળેલ ફોન ટ્રાફિક શાખાએ મહેશભાઈ હડીયલને પરત કર્યોમોરબી : આજ રોજ મોરબીમાં એક વાહનચાલકનો મોબાઈલ ફોન પડી ગયો હતો, જે મહેન્દ્રનગરમાં રહેતા દિવ્યેશભાઈ ભોજવિયાને નવા બસ સ્ટેશન પાસેથી મળ્યો હતો. એક જાગૃત નાગરિક તરીકે દિવ્યેશભાઈએ આ ફોન મોરબી ટ્રાફિક પોલીસની ટીમને સોંપ્યો હતો.ત્યારબાદ, પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ટ્રાફિક ટીમ દ્વારા ફોનના મૂળ માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે આ ફોન નવલખીના રહેવાસી મહેશભાઈ જાદવજીભાઈ હડીયલનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા મહેશભાઈનો સંપર્ક કરીને નગર દરવાજા ખાતે તેમને રૂબરૂ બોલાવી તેમનો મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યો હતો. પોતાનો ગુમ થયેલો ફોન સહી-સલામત પાછો મળતા મહેશભાઈએ ટ્રાફિક શાખા અને જાગૃત નાગરિકનો આભાર માન્યો હતો અને ટ્રાફિક પોલીસની ત્વરિત અને પ્રામાણિક કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા.#Morbi #MorbiUpdate #TrafficPoliceMorbi #Honesty #AwareCitizen #MorbiNews #GujaratPolice #GoodWork