આગામી તારીખ 19 ના રોજ રવાપર ચોકડી પાસે આવેલ નવી જગ્યાએ ખેડૂત હાટ ભરાશે: છોડ, આયુર્વેદિક દવાઓ, માટીના વાસણો અને શુદ્ધ તેલ સહિતની વસ્તુઓ મળશેમોરબી: ગ્રીન મોરબી બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત નવરંગ નેચરલ ક્લબ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આગામી તારીખ 19/4/2026 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી રાહત ભાવે વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ હાટ રવાપર ચોકડીથી આગળ, લીલાલહેર વચ્ચે, પંચવટી સોસાયટીના નાકે, હરીઓમ ફરસાણની સામે યોજાશે. આ ખેડૂત હાટમાં લોકોને અનેક જીવનજરૂરી અને શુદ્ધ વસ્તુઓ એક જ સ્થળેથી વાજબી ભાવે મળી રહેશે. સેલમાં નીચે મુજબની વસ્તુઓ ઉપલબ્ધ થશે:• રોપા અને છોડ: ફુલ છોડના કલમી રોપા (26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા વગેરે).• આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓ: દરેક જાતના દેશી ઓસડિયા, હાથેથી ખાંડેલા પાવડર, ચૂર્ણ, આયુર્વેદિક દવાઓ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, સંચળ પાવડર અને શુદ્ધ ચોખ્ખું મધ.•પૂજા અને દૈનિક વપરાશની સામગ્રી: એલોવેરા, લીમડાના, અરીઠા, શિકાકાઈના સાબુ અને શેમ્પૂ, ધૂપ, અગરબત્તી, ગુગળ, કપૂર, હવન સામગ્રી, દેશી ખાંડ, ઓર્ગેનિક ગોળ અને ગાયનું ઘી.• માટીના વાસણો: કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટિયા, લાકડાના વાસણો અને ફાઈબર તેમજ માટીના ટકાઉ મજબૂત કુંડા.• ખાદ્યપદાર્થો અને તેલ: ડ્રાયફ્રૂટ (બદામ, પિસ્તા, કાજુ, ખજૂર), કચરિયું, કાળા-સફેદ તલની સાની, કાળા અને સફેદ તલનું પ્યોર તેલ, કોપરેલ તેલ અને શુદ્ધ મગફળીનું તેલ (1 વર્ષની ગેરંટી સાથે).ખાસ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના પરબિયાં તથા ચકલીના માળા પણ રાહત ભાવે આપવામાં આવશે.ગ્રાહકોને ખરીદી માટે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે પ્રમુખ વી ડી બાલા સર (ફોરેસ્ટ ઓફિસર) 9427563898, મોરબીના લવજીભાઈ પ્રજાપતિ 9925369465 અથવા જાનકી ઓઇલ મિલના ચંદુભાઈ ભાગિયા 9909875185 નો સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #NavrangNaturalClub #KhedutHaat #OrganicProducts #GreenMorbi #NatureClub #Ayurveda #DiscountSale