બી ડિવિઝન પોલીસે 100 થેલી ખાતર અને બોલેરો કાર સહિત કુલ 2,27,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરીમોરબી : મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેર હાઇવે રોડ પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થતી એક શંકાસ્પદ બોલેરો કારને રોકવામાં આવી હતી. આ કારની તલાશી લેતા તેમાંથી યુરિયા ખાતરની 100 જેટલી થેલીઓ ભરેલી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે કાર ચાલકને રોકીને ખાતરની થેલીઓનું બિલ માંગતા તેની પાસે કોઈ બિલ ન હતું. આથી પોલીસે ચાલકની સઘન પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશોકભાઈ ધનજીભાઈ ઝાપડિયા (ઉંમર 36, રહે. પરનાળા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે 100 થેલી યુરિયા ખાતર (કિંમત રૂ. 27,000), બોલેરો કાર નંબર GJ 13 AX 2876 (કિંમત રૂ. 2,00,000) મળી કુલ રૂ. 2,27,000નો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં આગળની સઘન તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #UreaFertilizer #CrimeNews #GujaratPolice #WankanerHighway