પાડોશી પોતાના પત્ની સાથે ઝઘડો કરી જતા રહેતા પાછળ લેવા જતા ત્રણ શખ્સોએ કોસ, ધારીયાના ઘા ઝીકયામોરબી : મોરબી બાયપાસ પર નેક્સસ સિનેમા પાસે ઘુતારી વિસ્તારમાં પાડોશમાં ઝઘડી રહેલા દંપતીને છોડાવવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોએ કોશ અને ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેક્સસ સિનેમા નજીક ઘુતારી વિસ્તારમાં રહેતા અને છકડો રીક્ષા ચલાવતા ફરિયાદી દીપકભાઈ સુરેશભાઈ અંત્રેસા ઉ.37એ આરોપી જગદીશભાઈ સરવૈયા, આરોપી જગદીશભાઈનો પુત્ર દક્ષ તેમજ જગદીશભાઈના ભાઈ છનાભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ તેમનાં પાડોશમાં રહેતા વિક્રમભાઈ અને તેમના પત્ની ઝઘડો કરતા હોવાથી તેમની દીકરી બન્નેને છોડાવવા આવવા કહેતા ફરિયાદી દીપકભાઈ બન્નેને શાંત પાડવા જતા વિક્રમભાઈ ઘરેથી નીકળી આગળ આરોપી જગદીશભાઈની વાડી તરફ જતા રહેતા વિક્રમભાઈને લેવા જતા ત્રણેય આરોપીઓએ કોશ તેમજ ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે દીપકભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.