મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર રોડ અને રાજપર રોડ પર અલગ અલગ બે દરોડામાં બે શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી એક કિસ્સામાં દારૂ આપનાર એક શખ્સનું નામ ખોલાવી ફરાર જાહેર કર્યો હતો.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસ ટીમે શનાળા - રાજપર રોડ પર પટેલ સમાજ પાસેથી આરોપી મનીષ શાંતિલાલ રાવલ રહે.રામજી મંદિર પાસે, શનાળા, મોરબી વાળાને વિદેશી દારૂના 5 ચપલા કિંમત રૂપિયા 600 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5000 સાથે ઝડપી લઇ પૂછતાછ કરતા આરોપીએ વિદેશી દારૂનો જથ્થો આરોપી સારંગ મનીષભાઈ રાવલ રહે.મોરબી વાળ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા સારંગને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં પોલીસે પંચાસર ચોકડી પાસેથી આરોપી રમીઝ નૂરખાન સિપાઈ રહે.કાલિકા પ્લોટ, મોરબી વાળાને જાંબુ ફ્લેવરની વોડકા દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 6500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.