18 એપ્રિલના રોજ યોજાનાર આ કેમ્પમાં નિઃશુલ્ક આહાર માર્ગદર્શન અને BMI તપાસ કરી આપવામાં આવશેમોરબી : પ્રજ્ઞા જન સેવા ટ્રસ્ટ સંચાલિત તત્સત્ નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મોરબીના નાગરિકો માટે મોટાપા અને વજન ઘટાડવા માટે એક વિશેષ નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજના યુગમાં વિજાતીય ખોરાકથી થતા રોગોમાં સૌથી જટિલ રોગ એટલે મોટાપો. આ સમસ્યાના નિવારણ માટે અને લોકોને સાથે મળી તંદુરસ્ત જીવન જીવવાની સાચી દિશા બતાવવા આહાર વિહારની સમજ આપવા આ કેમ્પ યોજાઈ રહ્યો છે.આ નિઃશુલ્ક કેમ્પમાં નિષ્ણાત વૈદ્ય મમતા વાળુ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે. કેમ્પમાં આવનાર લોકોને મોટાપાની સારવાર માટે આયુર્વેદિક ઉપચાર, પંચકર્મ અને જીવનશૈલી સુધારણા જેવા વિવિધ વિકલ્પો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત, દર્દીના વ્યક્તિગત દોષ અનુસાર નિઃશુલ્ક આહાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને નિઃશુલ્ક BMI તપાસ કરી વજન અને સ્વાસ્થ્યની સ્થિતિ જણાવવામાં આવશે. તપાસ બાદ જરૂરિયાત મુજબ યોગ્ય દવા પણ લખી આપવામાં આવશે.કેમ્પમાં પ્રાકૃતિક ઉપચાર, યોગ અને જીવનશૈલી માર્ગદર્શન, શુદ્ધ આહાર થકી સ્વસ્થ જીવન અને ડિટોક્સ દ્વારા શરીર શુદ્ધિકરણ વિશે પણ માહિતગાર કરવામાં આવશે.કેમ્પની વિગતોતારીખ: 18 એપ્રિલ, 2026 (શનિવાર)સમય: સવારે 9:00 થી બપોરે 12:30 વાગ્યા સુધીસ્થળ: દુકાન નંબર 407, ચોથા માળે, ગોલ્ડન માર્કેટ, રવાપર તળાવની બાજુમાં, મોરબીસંપર્ક નંબર: 8858840140વધુ માહિતી માટે અને આ ફ્રી કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે સંચાલકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #AyurvedicCamp #HealthCamp #WeightLoss #Obesity #TatsatNatureCure #FreeCampMorbi #Ayurveda #HealthyMorbi