મોરબી : પીજીવીસીએલની જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને આવતીકાલે તારીખ 17/04/2026, શુક્રવારના રોજ વીજકાપ રહેશે. જેમાં 66 KV બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV કેશવાનંદ ફીડર બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #Jetpar #BelaSubStation #Maintenance #MorbiNews #Gujarat