ગુજરાત ગેસ કંપનીના એમડી અવંતિકાસિંહ ઓલખ સાથેની બેઠક સફળ, હવે વેટમાં ઘટડા માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશેમોરબી : ઈરાન પર ઇઝરાઈલ અને અમેરિકાના હુમલા બાદ પેટ્રોલિયમ પેદાશની અછતને પગલે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને ગેસ સપ્લાય બંધ કરી દેતા છેલ્લા દોઢેક મહિનાથી શટડાઉન થયેલ મોરબીના સિરામિક એકમો આગામી તા.1લી મે થી ફરી ધમધમતા થવાના ઉજળા સંજોગો છે.ગુરુવારે મોરબી સિરામિક એસોસિએશનના અગ્રણી ઉદ્યોગકારો અને ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંહ ઓલખ વચ્ચેનું બેઠક સુખદ અને હકારાત્મક રહી છે.તમામ ઉદ્યોગોને સમાનભાવે નેચરલ ગેસ આપવા સહમતી સધાઇ હતી.મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિમાં ઘેરલું ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ સહિત રાજ્યના તમામ ઉદ્યોગો માટે ગેસ સપ્લાય બંધ કરી દેતા છેલ્લા એકથી દોઢ મહિનાથી મોરબીના સિરામિક એકમોમાં શટડાઉન છે. બીજી તરફ યુદ્ધની સ્થિતિ સુધરતા ઉદ્યોગો માટે નેચરલ ગેસની સપ્લાય ફરી ચાલુ કરવામાં આવી છે પરંતુ ગુજરાત ગેસ કંપનીએ નિયમિત ગ્રાહકો માટે અલગ ભાવ અને પ્રોપેન - એલપીજી વાપરતા ઉદ્યોગો માટે ઉંચા ભાવે ગેસ આપવા નિર્ણય કરતા ઉદ્યોગકારોએ ગાંધીનગર અને દિલ્હી સુધી રાહતભાવે ગેસ માટે રજુઆત કરી હતી.બીજી તરફ ગુરુવારે ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંહ ઓલખ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ઉદ્યોગકારોની માંગણી મુજબ ગેસના ભાવમાં રાહત આપવાની સાથે જ તમામ ઉદ્યોગકારોને એકસમાન ભાવે નેચરલ ગેસ આપવા સહમતી સધાઈ હતી.જો કે, ગેસના ભાવમાં હજુ રાહત મળે તે માટે ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સમક્ષ વેટના દર ઘટાડવા માટે રજુઆત કરવાની તૈયારી પણ કરી છે. ગેસના ભાવમાં રાહત મળતા આગામી તા.1લી મે થી મોટાભાગના ઉદ્યોગો શરૂ થઈ જવાની શક્યતા હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.શ્રમિકો વતનથી પરત આવે એટલે સિરામિક એકમો ધમધમશેમોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, નેચરલ ગેસના નવા ભાવ આવતીકાલથી અમલી બની જશે.હાલમાં બધા ઉદ્યોગકારો પોતાના એકમો શરૂ કરવાની તૈયારીમાં છે પરંતુ વતનમાં ગયેલા શ્રમિકો હજુ સુધી પરત ફર્યા ન હોવાથી આગામી 15થી 20 દિવસમાં શ્રમિકો પરત આવ્યેથી સિરામિક એકમો ફરી ધમધમતા થઈ જશે.