બસપાના ઉમેદવારે ફોર્મ ખેંચતા કોંગ્રેસના 4 ઉમેદવારો ચૂંટણી લડ્યા વગર જ વિજેતા : વોર્ડ 6 માં ભાજપના ચેતન કુણપરા બિનહરીફમોરબી : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના દિવસે જ રાજકીય માહોલમાં મોટો ગરમાવો આવ્યો છે. વાંકાનેરના વોર્ડ 4 માં બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે. બીજી તરફ વોર્ડ 6 માં પણ હરીફ ઉમેદવારો બેસી જતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.વોર્ડ 4 માં કોંગ્રેસનો દબદબોવાંકાનેર નગરપાલિકાના વોર્ડ 4 માં અગાઉ 50% મહિલા અનામતના કારણે કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જોકે હવે બાકીની 2 બેઠકો પર પણ ચૂંટણી લડ્યા વગર જ કોંગ્રેસનો વિજય થયો છે. આ વોર્ડમાં કુલ 5 ફોર્મ ભરાયા હતા, જેમાંથી બસપાના ઉમેદવાર ઝાકિરહુશેન મહમદહનીફ મેસાણીયાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે.વોર્ડ 4ના બિનહરીફ વિજેતા ઉમેદવારો● એકતા હસમુખભાઇ ઝાલા - કોંગ્રેસ● અફસાનાબેન ઇરફાનભાઇ પીપરવાડીયા - કોંગ્રેસ● મહંમદભાઇ રહેમાનભાઇ રાઠોડ - કોંગ્રેસ● અશરફ અનવરભાઇ ચૌહાણ - કોંગ્રેસનોંધનીય છે કે ભાજપે આ વોર્ડમાં એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નહોતો, જેના કારણે અહીં વર્ષોથી કોંગ્રેસ અને બસપા વચ્ચે જ જંગ ખેલાતો હતો.વોર્ડ 6 માં ભાજપના ઉમેદવાર બિનહરીફવાંકાનેરના વોર્ડ 6 માં પણ ચૂંટણી પહેલા જ વિજયના સમાચાર સામે આવ્યા છે. અહીં હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર ચેતન કુણપરા બિનહરીફ વિજેતા બન્યા છે. આમ, વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ 5 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં 4 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક ભાજપના ફાળે ગઈ છે.#Wankaner #WankanerElection #MorbiUpdate #Congress #BJP #Uncontested #GujaratPolitics #Election2026 #WankanerNagarpalika #BreakingNews