મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અમરનગર ગામે દરોડો પાડી ગણપતસિંહ બટુકસિંહ ઝાલાના વરંડામાં આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ કિંમત રૂપિયા 21,192 કબ્જે કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા ઉ.26 રહે.અમરનગર વાળાનો હોવાનું સામે આવતા પોલીસે હાજર નહિ મળી આવેલા આરોપી ધર્મેન્દ્રસિંહને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.