કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયામોરબી : આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આખરી દિવસે જ મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવી લીધું છે અને મતદાન પહેલા જ એક બેઠક પર જીત નિશ્ચિત કરી લીધી છે.મોરબી તાલુકા પંચાયતની 7- જાંબુડીયા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ તરફથી કિશન ગમારાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર કિશન ગમારાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા ભાજપના ઉમેદવાર સંદિપભા ભુપતભા ગુઢડા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ, જાંબુડીયા બેઠક પર મતદાન થાય તે પહેલા જ ભાજપે કબ્જો જમાવી લીધો છે.#Morbi #MorbiUpdate #GujaratElections #BJP #MorbiTalukaPanchayat #Jambudiya #Elections2026 #UnopposedWinner #MorbiPolitics