ઘુનડા, ગજડી, રસનાળ અને પીઠડ એમ 4 ગામ સમસ્ત દ્વારા દિવ્ય આયોજન : 23 એપ્રિલથી કથાનો પ્રારંભ થશે, પિયુષભાઈ પંડ્યા કથામૃતનું રસપાન કરાવશેમોરબી : મોરબી પંથકના ઘુનડા, ગજડી, રસનાળ અને પીઠડ એમ 4 ગામ સમસ્ત દ્વારા આઈ રૂપબાઈ મા મંદિર (ઝુંડ) ખાતે શ્રીમદ્ દેવી ભાગવત કથામૃતનું દિવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 23-4-2026 થી 01-05-2026 સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય સવારે 8:30 થી 11:30 અને બપોર પછી 3:00 થી 6:00 સુધીનો રહેશે. આ કથામૃતમાં વ્યાસાસને બિરાજીને પિયુષભાઈ પી. પંડ્યા (ઘુટુ વાળા) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ભાવિકો માટે દરરોજ બપોરે 12:00 વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ બ્રહ્મલીન સંત સાગર ગીરી અને ગુરૂ મહેશગીરી માની કૃપાથી યોજાઈ રહ્યો છે.આ દિવ્ય પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ દેવી ભાગવત કથા શ્રવણનો લાભ લેવા ઘુનડા (ઝુંડ) ખાતે આઈ રૂપબાઈ મા મંદિરે પધારવા માટે ઘુનડા, ગજડી, રસનાળ અને પીઠડ ગામ સમસ્ત દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #Katha #ShrimadDeviBhagwat #Ghunda #ReligiousEvent #MorbiNews #Devotional #GujaratNews