મોરબી જિલ્લાની 3 નગરપાલિકાઓનું આખરી ચિત્ર સ્પષ્ટ: કુલ 191 ઉમેદવારો લડશે ચૂંટણીમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકાઓની ચૂંટણી માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. માળિયા મિયાણા, ટંકારા અને વાંકાનેર નગરપાલિકામાં ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 19 વોર્ડ માટે 191 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ત્રણેય નગરપાલિકામાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી.● માળિયા મિયાણા નગરપાલિકામાળિયા મિયાણામાં કુલ 6 વોર્ડ માટે 77 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 ફોર્મ રદ થયા છે અને 0 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે.● વોર્ડ 1: 12 ઉમેદવાર● વોર્ડ 2: 12 ઉમેદવાર● વોર્ડ 3: 12 ઉમેદવાર● વોર્ડ 4: 12 ઉમેદવાર● વોર્ડ 5: 11 ઉમેદવાર● વોર્ડ 6: 16 ઉમેદવાર● ટંકારા નગરપાલિકાટંકારામાં કુલ 6 વોર્ડ માટે 63 ફોર્મ આવ્યા હતા. જેમાંથી 3 ફોર્મ રદ થયા છે અને કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી. અહીં કુલ 60 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.● વોર્ડ 1: 11 ઉમેદવાર● વોર્ડ 2: 12 ઉમેદવાર● વોર્ડ 3: 8 ઉમેદવાર● વોર્ડ 4: 12 ઉમેદવાર● વોર્ડ 5: 8 ઉમેદવાર● વોર્ડ 6: 9 ઉમેદવાર● વાંકાનેર નગરપાલિકાવાંકાનેર નગરપાલિકામાં 7 વોર્ડ માટે કુલ 63 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 ફોર્મ રદ થયા છે અને સૌથી વધુ 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. હવે કુલ 56 ઉમેદવારો ચૂંટણી લડશે.● વોર્ડ 1: 8 ઉમેદવાર● વોર્ડ 2: 11 ઉમેદવાર● વોર્ડ 3: 8 ઉમેદવાર● વોર્ડ 4: 4 ઉમેદવાર● વોર્ડ 5: 9 ઉમેદવાર● વોર્ડ 6: 8 ઉમેદવાર● વોર્ડ 7: 8 ઉમેદવાર#Morbi #MaliyaMiyana #Tankara #Vankaner #NagarpalikaElection #Election2026 #MorbiUpdate #GujaratNews #LocalBodyElection