મોરબી : મોરબીના ઘુંટુ ઔદ્યોગિક અને શોભેશ્વર પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તારીખ 15-04-2026ના રોજ મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. GETCO સબ સ્ટેશનની આ કામગીરીને કારણે વિવિધ ફીડરોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.કાલિકાનગર સબ સ્ટેશન હેઠળના ફીડરો:કાલિકાનગર GETCO સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની કામગીરી હોવાથી નીચે મુજબના ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે:● ગજાનંદ JGY ફીડર: સવારે 7:00 થી સાંજે 6:00 સુધી● ડોનેટો ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● લક્ષગ્રેસ ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● શુભ ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● આલ્ફા ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● સેજોન ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● ગ્રેફોન ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● રોલ્ટાસ ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધી● કૈલાસ ખેતીવાડી ફીડર: સવારે 7:00 થી બપોરે 3:00 સુધીશોભેશ્વર સબ સ્ટેશન હેઠળના ફીડરો:66 KV શોભેશ્વર સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની કામગીરી હોવાથી સવારે 7:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી નીચેના ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે:● 11 KV રેડિયન્ટ ફીડર● 11 KV ડાયનેમિક ફીડર● 11 KV વૈભવ ફીડરઉપરોક્ત તમામ ફીડરોમાં આવતા રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (HT) તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #Maintenance #Ghuntu #Shobheshwar #ElectricityUpdate