બાળકોએ 'જય ભીમ'ના નારા સાથે વિસ્તાર ગુંજવ્યો: વ્યસન મુક્તિ અને શિક્ષણનો સંદેશો આપ્યોમોરબી : ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના બાળકોએ એક ભવ્ય રેલી યોજી હતી અને સમગ્ર વિસ્તારને 'જય ભીમ'ના નારાથી ગુંજવી દીધો હતો.ભીમરાવનગર, વિજયનગર મેઈન રોડ, રોહીદાસ પરા ખાતે આવેલી અને વર્ષ 2001થી કાર્યરત આ શાળામાં કેજીથી લઈને ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે. ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર અને શાળાના વહીવટદાર તથા ટ્રસ્ટના મંત્રી કે. આર. ચાવડાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શાળાએથી પ્રસ્થાન કરી રોહીદાસ પરા મેઈન રોડ પર આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી.રેલી દરમિયાન બાળકોએ 'જય ભીમ'ના ગગનભેદી નારા લગાવ્યા હતા. સાથે જ 'વ્યસન છોડો અને શિક્ષણ અપનાવો'ના સૂત્રોચ્ચાર કરી સમાજને અત્યંત સકારાત્મક સંદેશ આપ્યો હતો. રેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચ્યા બાદ બાળકો દ્વારા પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોએ ભીમ ગરબા રમીને સમગ્ર વાતાવરણને ભીમમય બનાવી દીધું હતું.આ પ્રસંગે ટ્રસ્ટના સદસ્યો અને શાળાના તમામ શિક્ષકગણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળા ખાતે વહીવટદાર કે. આર. ચાવડા દ્વારા તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #DrBabasahebAmbedkar #AmbedkarJayanti #135thBirthAnniversary #JaiBhim #MorbiNews #Education #