મુંબઈ ડોકયાર્ડની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ : સાંજે ફાયર વાહનોની રેલી અને સાધનોના પ્રદર્શનમાં જોડાવા અનુરોધમોરબી : 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં 'એસ.એસ. ફોર્ટ સ્ટાયકીન' જહાજમાં લાગેલી ભયાનક આગમાં 66 અગ્નિશમન વીરોએ બલિદાન આપ્યું હતું. આ શહીદ ફાયરમેનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 14 એપ્રિલના દિવસને 'નેશનલ ફાયર સર્વિસ ડે' તરીકે મનાવવામાં આવે છે. શહીદ જવાનોના બલિદાન અને નાગરિકોની સુરક્ષાના સંકલ્પ સાથે મોરબી ફાયર વિભાગ દ્વારા 14 થી 20 એપ્રિલ દરમિયાન 'ફાયર સર્વિસ વીક' અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ શૌર્ય સપ્તાહની શરૂઆતમાં, 14 એપ્રિલના રોજ સવારે 8 કલાકે કેશરબાગ ફાયર સ્ટેશન ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. ત્યારબાદ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી સાંજે 6:30 થી 7:30 કલાક દરમિયાન ફાયર વાહનોની એક ભવ્ય રેલી યોજવામાં આવશે.વધુમાં, નાગરિકોને અગ્નિશમન કામગીરી અને સુરક્ષા અંગે માહિતગાર કરવા માટે બાપાસીરામ ચોક ખાતે ફાયર વિભાગના અદ્યતન સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકી દ્વારા મોરબીની જનતાને આ શૌર્ય સપ્તાહના કાર્યક્રમોમાં જોડાઈને અગ્નિ સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત બનવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #FireServiceWeek #NationalFireServiceDay #FireSafety #MorbiFireDepartment #