વીસીપરા વિસ્તારમાં એલસીબી ટીમે વર્ના કાર સાથે સગીરને ઝડપી લઈ ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યોમોરબી : મોરબી શહેરમાં દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ પોલીસથી બચવા માટે દારૂની હેરફેર માટે સગીર વયના બાળકોનો ઉપયોગ કરતા હોવાનો બીજો કિસ્સો સામે આવ્યો છે.એલસીબી પોલીસ ટીમે વીસીપરા વિસ્તારમાં વોચ ગોઠવી કુખ્યાત મહિલા બુટલેગરના કહેવાથી વર્ના કારમાં દેશી દારૂની ડિલિવરી કરવા નીકળેલા સગીરને ઝડપી લઈ કુલ ચાર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, શહેરના વીસીપરા વિસ્તારમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જીજે - 03 - એમઇ - 9959 નંબરની વર્ના કારમાં દેશી દારૂ લઈને પસાર થનાર છે.જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા રફાળેશ્વરમાં રહેતો સગીર રૂ.15 હજારની કિંમતના 75 લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપી સગીરની પૂછતાછમાં દારૂનો જથ્થો અજાણ્યા વ્યક્તિએ ભરી આપ્યો હોવાનું અને આરોપી મુશ્કાન અબ્બાસભાઈ કટિયા રહે.માળીયા વનાળિયા સોસાયટી મોરબીના કહેવાથી આરોપી નરેશ ઈશ્વરભાઈ ખરા રહે.નવા જાંબુડિયા વાળાને આપવા જતો હોવાનું કબુલતા પોલીસે કાયદાના સંઘર્ષના આવેલ કિશોર સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.