'ટીબી હારેગા ભારત જીતેગા' ના કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છના ગવર્નર અભયભાઈ શાહ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિતમોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા હંમેશા પર્યાવરણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં લોકોની સુખાકારી માટે અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવે છે. ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવાના હેતુથી સંસ્થા દ્વારા 'ટીબી હારેગા ભારત જીતેગા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છના ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહની ખાસ ઉપસ્થિતિમાં 25 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પ્રોટીન અને વિટામિનયુક્ત પૌષ્ટિક આહારની કીટ અર્પણ કરવામાં આવી હતી.મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શનઆ સેવાકીય પ્રોજેક્ટમાં ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહ ઉપરાંત પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, પૂર્વ પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, જૂનાગઢથી તાજેતરમાં નિયુક્ત થયેલ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર (ઇલેક્ટ) જયકિશન દેવાણી, ડિસ્ટ્રિક્ટના હંગર ચેરપર્સન લાયન તુષારભાઈ દફતરી, ડિસ્ટ્રિક્ટ GST ચેરપર્સન ધીરુભાઈ આદ્રોજા, ડિસ્ટ્રિક્ટ GMA પ્રદીપભાઈ ભુવા અને ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ દર્દીઓને પ્રેમ અને હૂંફ આપી પ્રોત્સાહિત કર્યા હતા તથા લાયન્સ ક્લબની વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સભ્યોની જહેમતઆ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના માર્ગદર્શન હેઠળ મણિલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા, રશ્મિકા રૂપાલા અને ટી સી ફુતરીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તેવુ માહિતી સંસ્થાના મંત્રી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #LionsClub #MorbiCity #TBFreeIndia #SocialWork #Healthcare #GujaratNews