યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લીમડાવાળા મામાદેવ, આંબલીવાળી ખોડીયાર માતાજી તથા પીર ડાડાના સાનિધ્યમાં 15 એપ્રિલ 2026 ને બુધવારના રોજ લીમડાવાળા મામાદેવના 6ઠ્ઠા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં વિરપુરુષ યજ્ઞ અને ડાક ડમરુ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, 15 એપ્રિલના રોજ સવારે શુભ ચોઘડીયે મામાદેવનો વિરપુરુષ યજ્ઞ શરૂ થશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે મામાદેવની મહા આરતી કરવામાં આવશે. મહા આરતી બાદ સાંજે 7:15 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો પ્રસાદનો લાભ લેશે.રાત્રે 10:00 કલાકે ભવ્ય ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાવળદેવ જોગીરાજ કોંઢવાળા (જોગીરાજ ગ્રુપ), રાવળદેવ લક્ષ્મણભાઈ કોંઢવાળા, અને મામા દેવના ઉપાસકો કૌશીકભાઈ તથા કુલદીપભાઈ રમઝટ બોલાવશે.આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન 6 લાતી પ્લોટ, મુન નગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આયોજક લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરે દર્શન, ડાક ડમરુ અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Morbi #MorbiNews #LimdawalaMamadev #Patotsav #DakDamaru #ReligiousEvent