મોરબી : આજે સવારે 08:30 વાગ્યાની આસપાસ વાંકાનેરના અમરસર ફાટક પાસે એક વેગનઆર કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ બનાવની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા, કંટ્રોલ રૂમ દ્વારા ત્વરિત પગલાં લઈને વાંકાનેર નગરપાલિકાની ફાયર ટીમને કોલ ટ્રાન્સફર કરી જાણ કરવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ વાંકાનેર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં કારને નુકસાન પહોંચ્યું છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.#MorbiUpdate #Vankaner #CarFire #FireSafety #MorbiNews #GujaratNews #AccidentNews