'જેની તમારી નજરમાં કિંમત નથી એવો અમારો કિંમતી મત માંગવા આવવું નહી' લખાણ સાથે જાગૃત રહેવાસીઓના નામે બેનર લાગ્યામોરબી: મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને એક તરફ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અનેક ટ્વીસ્ટ પણ આવી રહ્યા છે. મોરબીના વોર્ડ નંબર 6 માં ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગતા ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વોર્ડ નં 6 માં વિસ્તારના જાગૃત રહેવાસીઓના નામે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં ભાજપના નેતાઓ અને આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે તેઓએ આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા આવવું નહિ. બેનરમાં ભાજપના ચૂંટણી ચિન્હ કમળના નિશાન પર ચોકડી મારીને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.આ પોસ્ટરમાં કડક શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, 'વોર્ડ નં. 6 માં ભાજપના નેતા કે આગેવાનોએ અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા આવવું નહી. જેની તમારી નજરમાં કિંમત નથી એવો અમારો કિંમતી અને પવિત્ર મત માંગવા આવવું નહી.' સ્થાનિકો દ્વારા લગાવવામાં આવેલા આ બેનરો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo6 #BJP #Election #Protest #GujaratPolitics