મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ નજીક આવેલ સુપરમાર્કેટ પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી નૈમિશ કૈલાશભાઈ ચાવડા રહે.સ્વાતિ પાર્ક, વાવડી રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલીની એક બોટલ કિંમત રૂ.120 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં દારૂની આ બોટલ કાનો ગઢવી રહે.વાવડી રોડ વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.