ખેડૂતોને સરકારના નિયમો મુજબ સાફ-સફાઈ કરેલો જથ્થો લાવવા મંડળીની અપીલ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતટંકારા : લખધીરગઢ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી સરકારી ટેકાના ભાવે ચણા તથા રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. મંડળી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચણાની ખરીદી ખીજડીયા ચોકડી, જીઇબી સામે આવેલા તાલુકા ખરીદ-વેચાણ સંઘ (ઓઇલ મીલ), ટંકારા ખાતે કરવામાં આવશે. આ અંગે વિસ્તારના તમામ ખેડૂતોને જાણ કરવામાં આવી છે. ખરીદીની પ્રક્રિયા સરળ અને ત્વરિત બની શકે તે માટે મંડળીએ ખેડૂતોને ખાસ વિનંતી કરી છે કે સરકારના નિયત ગુણવત્તા નિયમો મુજબ સાફ-સફાઈ કરેલો અને વર્ગીકૃત કરેલો જથ્થો જ લઈને આવવો.આ ખરીદીના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, જગદીશભાઈ પનારા, દુશ્યંતભાઈ ભુત સહિત અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. આ તકે ઉપસ્થિત આગેવાનોએ ખેડૂતોની સમસ્યાઓ તથા સહકારી મંડળીના કાર્યો અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.#Tankara #MorbiUpdate #Agriculture #Farmers #GujaratFarmers #MSP #ChanaKharidi #Rayda