ટંકારા : ટંકારા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન ટંકારામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો પર ડમી અને અન્ય ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકામાં 1 ડમી અને 2 અન્ય ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર 3 અપક્ષ અને 10 ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની બેઠકોમાં 3 ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.વધુમાં રાજવી ધ્રુવકુમારસિંહ જાડેજાના ભત્રીજા આનંદરાજાએ નાના ખીજડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, ભાજપમાં 3 વખત ચૂંટાયેલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચુકેલા ચંદ્રિકાબેન કડીવાર પણ અપક્ષ તરીકે મેદાને ઉતર્યા છે. દિગ્ગજ નેતાઓની આ અપક્ષ ઉમેદવારી અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. આગામી 15 એપ્રિલ ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ જ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે કે કઈ બેઠક પર કોની વચ્ચે સીધો જંગ જામશે.ટંકારા નગરપાલિકામાં રદ થયેલા ફોર્મ:● વોર્ડ નંબર 3: પુજાબેન વિપુલભાઈ ઝાપડા● વોર્ડ નંબર 4: બીજલ ગોવિંદભાઈ ટોળીયા● વોર્ડ નંબર 6: અતુલભાઈ ધીરજલાલ ત્રિવેદીતાલુકા પંચાયતમાં રદ થયેલા ફોર્મ:● હડમતિયા બેઠક (અપક્ષ): રાહુલ દલપતભાઈ ચાવડા, અનિલ બકુલલાલ ડાકા, ધર્મેશ છગનભાઇ જાદવ● હરબટીયાળી: જયપ્રકાશ જસમતભાઇ સંધાણી● લજાઈ: પ્રતિકકુમાર રાજેશભાઇ મારૂ● નશિતપર: પ્રિયંકા મયુરભાઈ ભાંભી● નેસડા ખા: ચંદ્રિકાબેન ધન્શયામભાઈ દેત્રોજા● વિરપર: ગીતાબેન રમેશભાઈ દુબરીયા● નેકનામ: હેમરાજ ખોડાભાઈ દલસાણીયા● નેસડા સુ: આશાબેન રાકેશભાઈ ભીમાણી● ઓટાળા: સરોજબેન ભરતભાઈ ભાલોડિયા● ટોળ: રસુલભાઈ આહમદભાઈ બાદી, ફિરોઝાબેન શાહબુદીન ગઢવાળાજિલ્લા પંચાયતમાં ઉમેદવારોના ફોર્મ રદ:● ઓટાળા બેઠક: પરિતાબેન સાગરભાઈ વાધરિયા, ગીતાબેન જગજીવનભાઈ કગથરા● લજાઈ બેઠક: બળવંતભાઈ ગોકળભાઈ વોરા#MorbiUpdate #TankaraElection2026 #MorbiPolitics #GujaratElection #LocalBodyElection #ElectionUpdate #BreakingNews