પક્ષીઓ માટે દાણાના કૂંડા પણ લટકાવાયામોરબી : જડેશ્વર જંગલ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા માટે યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.આ પહેલ અંતર્ગત જડેશ્વર જંગલ વિસ્તારમાં નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ સ્થળોએ મુકવામાં આવ્યા હતા. જેથી આ નાનકડા જીવોને પણ સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે. આ ઉપરાંત, પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વૃક્ષો પર કૂંડા લટકાવી તેમાં દાણા નાખવામાં આવ્યા હતા, જેથી પક્ષીઓને નિરંતર ખોરાક મળી રહે.આ પહેલ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. બંને સંસ્થાઓના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં જીવદયા, પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વધુ જાગૃતિ ફેલાય તે હેતુથી આવી માનવતાભરી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.#Morbi #MorbiUpdate #Jivdaya #Jadeshwar #Environment #YuvashaktiFoundation #AnimalWelfare #NatureCare