લોટસ 158 સોસાયટીના રહીશો દ્વારા દીપકભાઈ વાઘેલાને શાલ ઓઢાડી સન્માનિત કરાયા, ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસામોરબી : મોરબી મહાનગરપાલિકાના રવાપર-ઘુનડા રોડ પર આવેલી લોટસ 158 સોસાયટીની બાજુમાં નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જવા પામી હતી. લાઈન તૂટવાને કારણે ભૂગર્ભના પાણી રોડ પર ફરી વળ્યા હતા. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવતા ભૂગર્ભ વિભાગના અધિકારીએ આ કામની જવાબદારી રોજમદાર કર્મચારી દીપકભાઈ કિરણભાઈ વાઘેલાને સોંપી હતી.ગટરની લાઈન વધુ પડતી તૂટી ગઈ હોવાથી અને સતત પાણી ચાલુ હોવાથી સમારકામ કરવું અત્યંત મુશ્કેલ હતું. આમ છતાં, દીપકભાઈ વાઘેલાએ હિંમત હાર્યા વિના અને મોરબીની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુથી રાત-દિવસ મહેનત કરીને આ કપરું કામ પૂર્ણ કર્યું હતું.તેમની આ નિષ્ઠાવાન કામગીરીને બિરદાવવા અને તેમના કામનો જુસ્સો વધારવા માટે લોટસ 158 સોસાયટી વતી બ્લોક નંબર A/5 માં રહેતા પ્રભુભાઈ કાનજીભાઈ ડઢાણીયા (નસીતપરવાળા) અને A/6 માં રહેતા રમેશભાઈ મોહનભાઇ સનારીયા (રાજપરવાળા) દ્વારા દીપકભાઈ કિરણભાઈ વાઘેલાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.સોસાયટી દ્વારા મહાનગરપાલિકાના એક સામાન્ય કર્મચારીનું સન્માન કરી તેમના કામની કદર કરવામાં આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં આવા નિષ્ઠાવાન કર્મચારીઓ હોય તો લોકોનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમભાવ ચોક્કસપણે વધે છે. સમયસર અને સારી કામગીરી બદલ સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #CivicDuty #Felicitation #Lotus158 #RavaparRoad #GoodGovernance