વોર્ડ નંબર 4 અને 5માં ટેકેદારોની સહી ન હોવાથી 2 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ, ડમી ઉમેદવાર તેમજ પક્ષનું મેન્ડેટ ન આવતા અનેક ફોર્મ અમાન્ય ઠર્યામોરબી: આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જુદી જુદી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં રાજકીય પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મ, ટેકેદારોની સહી ન હોવાથી અને પક્ષનું મેન્ડેટ ન આવવાના કારણે મોટી સંખ્યામાં ફોર્મ અમાન્ય ઠર્યા છે. મોરબી કોર્પોરેશનમાં 204 પૈકી 23 ઉમેદવારોના ફોર્મ રદ થતા 181 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જ્યારે જિલ્લા પંચાયતના 117 પૈકી 36 ફોર્મ રદ થતા 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં 11 તારીખ સુધી ફોર્મ ભરવામાં આવ્યા બાદ 13 તારીખે સોમવારે ચકાસણી હાથ ધરાઈ હતી. મોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ભરનાર 204 ઉમેદવારો પૈકી વોર્ડ નંબર 4 માં અપક્ષ ઉમેદવાર રવિ શામજીભાઈ વરાણીયા અને વોર્ડ નંબર 5 માં અપક્ષ ઉમેદવાર સંતોષ રવજીભાઈ વણોલના ફોર્મમાં ટેકેદારની સહી ન હોવાથી બંને ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ મળી કુલ 23 ફોર્મ અમાન્ય રહ્યા હતા. હવે 15 તારીખે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીચિત્ર વધુ સ્પષ્ટ થશે.બીજી તરફ, મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે 117 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ઘુંટુ બેઠક ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હોવા છતાં, બસપા દ્વારા જસુબેન મનસુખભાઇ ચૌહાણને સામાન્ય બેઠકનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. વધુમાં ઉમેદવાર શેડ્યુલ કાસ્ટના હોવાથી તેમનું ઉમેદવારીપત્ર અમાન્ય ઠર્યું હતું. જુદા જુદા કારણોસર 36 ફોર્મ રદ થતા હવે જિલ્લા પંચાયતમાં 81 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.મોરબી જિલ્લા પંચાયતમાં રદ થયેલા ફોર્મની વિગત:આમરણ - જાગૃતિબેન યોગેશભાઈ વાઘડિયા (ભાજપ ) ડમી બગથળા - ગોપાલભાઈ વાલમજીભાઈ મેરજા (ભાજપ ) ડમી ચંદ્રપુર - અલ્તાફ અબ્દુલ સેરશિયા (કોંગ્રેસ) ડમી ચરાડવા - પ્રવીણભાઈ કરસનભાઈ પટેલ (ભાજપ ) ડમી,ઢુંવા - ઘનસ્યામપુર - જશુબેન નારણભાઇ દલવાડી (ભાજપ ) ડમી ઘુંટુ - ડાયાબેન નવઘણભાઇ પરમાર (ભાજપ ) ડમી ઘુંટુ - ચૌહાણ જસુબેન મનસુખભાઇ (બસપા ) ઓબીસી સીટ હતી અને ઉમેદવાર એસસી આ ઉપરાંત મેન્ડેડ રજૂ કર્યું સામાન્ય બેઠકનું હતુંજાંબુડિયા - મનિષાબેન જિતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ ) ડમી જેતપર - ચેતનભાઈ સુખાભાઈ ડાંગર (ભાજપ ) ડમી ખાખરેચી - અમિતભાઇ ગોરધનભાઈ કુંવારીયા (ભાજપ ) ડમી, મનસુખભાઇ ભૂપતરાઈ લાંઘણોજા(કોંગ્રેસ) ડમી, ખાનપર - સંજય મુરૃભાઈ કુમ્ભરવાડીયા (કોંગ્રેસ -ડમી) કરસનભાઈ લખમણભાઇ ગરચર (ભાજપ -ડમી) કોઠી - સોનલબેન વિજેસંગ પ્રબતાણી (કોંગ્રેસ -ડમી ) લજાઈ - બળવંતભાઈ ગોકળભાઇ વોરા (કોંગ્રેસ -ડમી )લુણસર - કરસનભાઈ સવજીભાઈ લુંભાણી (કોંગ્રેસ -ડમી )મહીકા - માયાબ વનરાજસિંહ વાળા (કોંગ્રેસ -ડમી )માથક - રેખાબેન મહીપતભાઈ વિઠલાપરા (ભાજપ -ડમી )મોટા દહિસરા - રાજેશભાઈ રતિલાલ બાવરવા (કોંગ્રેસ -ડમી), શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર (ભાજપ -ડમી )નેકનામ - --ઓટાળા - ગીતાબેન જગજીવનભાઇ કગથરા (કોંગ્રેસ -ડમી ), પરિતાબેન સાગરભાઈ વાઘડિયા (ભાજપ-ડમી)પંચાસીયા - આરતીબેન અશોકભાઈ અણીયારીયા (ભાજપ-ડમી), જેનમબેન અયુબભાઇ ચૌધરી (કોંગ્રેસ - ડમી) સાપકડા - માયાબેન ભરતભાઈ વાઢરકિયા (ભાજપ -ડમી)સરવડ - રંજનેબન મનસુખભાઇ હોથી (કોંગ્રેસ - ડમી)ટીકર(રણ) - અમૃતભાઈ મગનભાઈ સંઘાણી (ભાજપ - ડમી)તીથવા - મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર, ઉસ્માનગીની ગાજીભાઈ કડીવાર (કોંગ્રેસ - ડમી), અબ્દુલમાજિદ મહમદહુશેન કડીવાર (ભાજપ - ડમી)(વધુ વિગત મેળવાઈ રહી છે)#MorbiUpdate #Morbi #MorbiCorporation #MorbiDistrictPanchayat #LocalBodyElections #Election2026 #MorbiNews #GujaratElections