એક ભાઈ આમ આદમી પાર્ટીનો તો બીજો ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બનતા ચૂંટણી જંગ રોમાંચક બન્યોહળવદ : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. હળવદ તાલુકા પંચાયતની અજીતગઢ સીટ પર સગા બે ભાઈઓ અલગ-અલગ રાજકીય પક્ષોમાંથી સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકાની અજીતગઢ સીટ માટે કુલ 3 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ આમ આદમી પાર્ટી (આપ) તરફથી ઝાડુના નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમના જ સગા ભાઈ રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી કમળના નિશાન પર મેદાને ઉતર્યા છે. બંને ભાઈઓ અજીતગઢ ગામના જ રહીશ છે અને હવે એક જ સીટ પરથી બે અલગ-અલગ વિચારધારા ધરાવતા પક્ષોમાંથી ટક્કર લઈ રહ્યા છે. આ સીટ પર ત્રીજા ઉમેદવાર તરીકે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી સચીન હરખાભાઈ ઝીંઝુવાડીયા ચૂંટણી લડી રહ્યા છે.એક જ ઘરમાંથી બે ભાઈઓ સામ-સામે અલગ પક્ષમાંથી ટિકિટ મેળવીને ચૂંટણી લડતા હોવાથી અજીતગઢ સીટ પરનો આ જંગ અત્યંત રસપ્રદ બની ગયો છે. એક ભાઈ ભાજપમાંથી તો બીજો ભાઈ આપમાંથી ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે આ બાબત કૌતુકનો વિષય બની છે અને પરિણામને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.#MorbiUpdate #Halvad #TalukaPanchayat #Elections2026 #GujaratPolitics #BJP #AAP #Congress #MorbiNews #Ajitgadh