લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સ સામે મોરબી SOGની કાર્યવાહી : દવાઓ અને સાધનો મળી કુલ 45,100નો મુદ્દામાલ કબજેમોરબી : મોરબી એસઓજીની ટીમે વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર આવેલ રોસા સિરામીક સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે બોગસ ડોકટરને પકડી લીધો છે. આ શખ્સ ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી ટીમે બાતમીના આધારે ઢુવા PHC ના તબીબી અધિકારીને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ આરોપી મૂળ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણનો વતની છે અને હાલ રાતાવિરડા ગામે રોસા સિરામીક સામે દુકાન ભાડે રાખી પ્રેક્ટિસ કરતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી અલગ અલગ કંપનીની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, સીરપ અને ક્રીમ જેની કિંમત 43,100, સ્ટેથોસ્કોપ અને બીપી માપવાનું મશીન (સ્ફીગ્મો મેનોમીટર), રોકડા 2,000 રૂપિયા મળી કુલ 45,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. 2023 ની કલમ-125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 અને 33 મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.#Morbi #Wankaner #FakeDoctor #MorbiPolice #SOGMorbi #GujaratPolice #CrimeNews #Health #MorbiUpdate