વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ વેસ્ફો ઇકો પ્રોડક્ટ નામના કારખાનાની દીવાલ નજીક વીજ સબસ્ટેશન પાસે કોઈ કારણોસર અંદાજે 35થી 45 વર્ષીય યુવકનું મૃત્યુ થયેલ હોય પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા આ યુવકનું ફેફસાની બીમારીના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.