વહેલી પરોઢે 4 વાગ્યે આગ સંપૂર્ણ કાબુમાં આવી, અંદાજે રૂ. 80 લાખથી વધુનું નુકસાનમોરબી : મોરબીમાં રાજપર ચોકડી પાસે આવેલા ટેકઝો કાર સ્ટુડિયોમાં રાત્રે આગેલી લાગે ભીષણ આગ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ સંપૂર્ણ કાબુમાં આવી હતી. આ આગની લપેટમાં સ્ટુડિયોમાં રહેલી 11 કારમાંથી 10 કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, આ બનાવમાં મહામહેનતે માત્ર 1 કારને જ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આગમાં કાર સ્ટુડિયોનો આખો શેડ અને અંદર રહેલો 20 લાખ રૂપિયાનો માલસામાન પણ બળીને નાશ પામ્યો છે, જેના કારણે અંદાજિત 80 લાખ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. સદનસીબે આ ભીષણ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઉલ્લેખનીય છે કે રાત્રીના 11 આસપાસ આ આગ લાગી હતી. ફાયર વિભાગે બનાવની ગંભીરતા ધ્યાને લઇ તુરંત 4 ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. #Morbi #MorbiNews #MorbiUpdate #RajparChokdi #FireAccident #TechzoCarStudio #GujaratNews #MorbiCity