મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં વરલી મટકા અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર પાર્ક પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સીરાજ ઇકબાલભાઈ અજમેરી રહે. કબીર ટેકરી વાળાને રોકડા રૂપિયા 5100 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ આકડાની કપાત લેનાર આરોપી અવેશ અયુબભાઈ કાસમાણી રહે.કબીર ટેકરી વાળાને ફરાર જાહેર કર્યો હતો.બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝના મેદાનમાંથી આરોપી જયસુખ કરશનભાઇ ધોળકિયા અને લાલજી રાઘવજી ત્રવાડીયા રહે.બન્ને કુબેર ટોકીઝ પાછળ વાળાઓને ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 630 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.