કાલિકાનગર સબ સ્ટેશનના ગજાનંદ જે.જી.વાય. ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 13/04/2026 ના રોજ વીજ લાઈનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર, કાલિકાનગર સબ સ્ટેશન (SS) માંથી નીકળતા ગજાનંદ જે.જી.વાય. (JGY) ફીડરમાં સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ રહેશે.આથી, આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ. ટી.) વીજજોડાણોમાં નિયત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Ghuntu #PowerCut #PGVCL #MaintenanceWork #MorbiNews #Kalikanagar #PowerUpdate