આગામી 18 એપ્રિલના રોજ સંસ્કાર સેમિનાર હોલ ખાતે યોજાશે કાર્યક્રમ: રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાતમોરબી : મોરબીમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશન - જામનગર દ્વારા એક વિશેષ ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આગામી તારીખ 18/04/2026 ના રોજ રાત્રે 9 કલાકે સંસ્કાર સેમિનાર હોલ, સંસ્કાર ઈમેજીન સેન્ટર, જીઆઈડીસી મેઈન રોડ, સ્વામિનારાયણ સંસ્કાર ધામની પાછળ, સરદાર નગર, મોરબી ખાતે યોજાશે.શું ઇચ્છિત, તંદુરસ્ત, બુદ્ધિશાળી, સુંદર અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નના ઉત્તર સાથે પ્રાચીન કાળમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ઉત્તમ પ્રજા પ્રાપ્ત કરવા માટેના જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા હરિશ્ચંદ્ર, દમયંતી, સાવિત્રી, પ્રહલાદ, રામ, ભીમ, અભિમન્યુ અને શિવાજી જેવા સમર્થ વ્યક્તિત્વ કેવી રીતે મેળવી શકાય તે અંગે આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે. આપણે જેવી ઈચ્છીએ તેવી શ્રેષ્ઠ અને સમર્થ સંતતિ પ્રાપ્ત કરી શકીએ છીએ તે અંગેની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમમાં પૂરી પાડવામાં આવશે.આ કાર્યક્રમમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના ચેરમેન ડો. હિતેશ જાની કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે અને ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડો. કરિશ્મા નારવાણી દ્વારા વિષય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સેમિનાર તદ્દન ફ્રી છે, પરંતુ તેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રાખવામાં આવ્યું છે.સેમિનારમાં જોડાવવા ઈચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન માટે સેમિનાર સંયોજક રાજવી ગાંધી (મો. 6355179656) અથવા નિમંત્રક શ્રેયા ચારોલા (મો. 919974555911) નો સંપર્ક કરવાનો રહેશે. મોરબીની જનતાને આ સેમિનારનો બહોળી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #GarbhSanskar #MorbiEvents #Seminar #MorbiNews #Parenting