આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું: ત્રીજા ક્રમ સાથે 15,000નું ઇનામ જીત્યુંવાંકાનેર: વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની ધોરણ 11 ની વિદ્યાર્થીની ઝાલા ગાયત્રીબા વિરેન્દ્રસિંહ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની વિદ્યાર્થીની યોગીનીબા મહાવીરસિંહ ઝાલા અને સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થી વંશરાજસિંહ ઝાલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઉજ્જૈન ખાતે યોજાયેલ 'International Conference on Mahakala: The Master of Time' માં આ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોન્સોલેશન ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.ભારત સરકારના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા 3 થી 5 એપ્રિલ, 2026 દરમિયાન એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રીબા અને તેમની ટીમે સમયમાપન સંબંધિત વૈજ્ઞાનિક અભ્યાસ અંતર્ગત Equatorial Sundial, Shanku Yantra, Horizontal Sundial, Polar Sundial, ધનુર યંત્ર અને માન યંત્ર જેવા પ્રાચીન યંત્રોનું નિર્માણ કર્યું હતું. આ પ્રોજેક્ટ મહાવીરસિંહ ઝાલા અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક પરંપરા અને આધુનિક અભિગમનો સુમેળ સાધીને યંત્રોની કાર્યપદ્ધતિ અને સિદ્ધાંતોનું સચોટ પ્રસ્તુતીકરણ કર્યું હતું, જેને નિષ્ણાતો દ્વારા ખુબ જ પ્રશંસા મળી હતી. તેમની સંશોધનાત્મક દૃષ્ટિ અને વિષયની ઊંડી સમજના આધારે ટીમને ત્રીજો ક્રમ અને 15,000 ની પુરસ્કાર રકમ એનાયત કરવામાં આવી હતી.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીઓ, પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની, વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા શિક્ષકગણ દ્વારા ગાયત્રીબા અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વાંકાનેરના વિદ્યાર્થીઓની આ આંતરરાષ્ટ્રીય સફળતાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.#MorbiUpdate #Wankaner #InternationalConference #GujaratPride #EducationNews #Ujjain #IndianKnowledgeSystem #StudentAchievement #ScienceExhibition #MorbiNews