મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી 1. નિલેશ દિનેશભાઇ મજેઠીયા રહે.સો ઓરડી 2.કેતન મુકેશભાઈ સિરોહિયા રહે.જાંબુડિયા અને આરોપી અજય માણેકલાલ ત્રિવેદી રહે.જુના હાઉસિંગ બોર્ડ પાછળ, મોરબી વાળાને રોકડા રૂપિયા 14,700 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.