13 એપ્રિલના રોજ વલ્લભ ઘાટ (મહાપ્રભુજીની બેઠકજી સામે) ખાતે સર્વોત્તમ સ્તોત્રના પાઠનું આયોજનમોરબી : મોરબીમાં આગામી ચૈત્ર વદ અગિયારસને તારીખ 13/04/2026 ને સોમવારના રોજ પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ વલ્લભાચાર્યના 549મા પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સામાકાંઠે આવેલ વલ્લભ ઘાટ (મહાપ્રભુજીની બેઠકજી સામે) ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સર્વોત્તમ સ્તોત્ર પાઠ અને ધાર્મિક સભામહાપ્રભુજીની બેઠકજીની સામે આવેલ વલ્લભ ઘાટ પર સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન સર્વોત્તમ સ્તોત્રના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શાસ્ત્રી ધર્મેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહી વલ્લભાચાર્ય વિશે પ્રાસંગિક ઉદ્બોધન આપશે અને સર્વોત્તમ સ્તોત્રના પાઠનું અધ્યયન કરાવશે.કાર્યક્રમની શરૂઆતમાં મહાપ્રભુજીની બેઠકથી વલ્લભ ઘાટ સુધી વરણાગી નીકળશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય, મંગલાચરણ, વધાઈ કીર્તન, પ્રાસંગિક ઉદ્બોધન અને અંતમાં સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવામાં આવશે.બેઠકજી ખાતે દર્શનનો સમયપ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મહાપ્રભુજીની બેઠકજીમાં દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:પ્રબોધ સમય જાગ્યાના દર્શન: સવારે 7:00 કલાકેમંગળાના દર્શન: સવારે 7:30 કલાકેશ્રૃંગાર દર્શન: સવારે 10:00 કલાકેપલના દર્શન: સવારે 10:15 કલાકેરાજભોગ દર્શન: બપોરે 1:00 કલાકેનંદ મહોત્સવ અને તિલક દર્શન: સાંજે 4:00 કલાકેઆ ઉપરાંત, અપરસમાં ઝારી ચરણ સ્પર્શનો ક્રમ સવારે 7:00 થી બપોરે 1:00 કલાક તથા બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે પ્રાગટ્ય દર્શન બપોરે 3:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી થશે.મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને આ પ્રાગટ્ય મહોત્સવના દર્શન અને કાર્યક્રમનો અલાભ્ય લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #PragtyaMahotsav #Vallabhacharya #Mahaprabhuji #VaishnavSamaj #ReligiousEvent #MorbiNews