કોઈ પણ જાતના મેનેજમેન્ટ વગર ચાલતા કામથી સ્થાનિકો પરેશાનમોરબી : મોરબીના માધાપરમાં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા રોડ અને ગટરના કામમાં ભારે બેદરકારી અને મેનેજમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી ઉઠી છે.સ્થાનિક જાગૃત નાગરિક મુકેશભાઈ મોહનલાલ કતીરાના જણાવ્યા અનુસાર, તંત્ર અને કોન્ટ્રાક્ટરની કોઈ જ પ્રકારની દેખરેખ વિના આ કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડ બનાવવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી સાવ રગડધગડ અને ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. ગટરના કામમાં કોઈ પણ પ્રકારનું આયોજન કે મેનેજમેન્ટ જોવા મળતું નથી. આશ્ચર્યની વાત એ છે કે, ગટર માટે બનાવવામાં આવતી કુંડી અત્યાર સુધીમાં 4 વાર બનાવીને તોડી પાડવામાં આવી છે. વારંવાર એક જ કામ તોડીને ફરી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા પ્રજાના પૈસાનો પાણીની જેમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે.આડેધડ ચાલતા આ કામના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ક્યારે જાગશે અને પ્રજાના પૈસાનો થતો વેડફાટ અટકાવશે કે કેમ તે જોવું રહ્યું.#MorbiUpdate #Madhapar #RoadWorkIssue #PublicMoneyWasted #LocalNews #MorbiNews #GujaratNews #CivicIssues