મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દરોડો પાડી એક શખ્સને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ભાટિયા સોસાયટીમાં રહેતા આરોપી વસીમભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ બ્લોચના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી ગ્રાહકોને ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. આરોપીના કબ્જામાંથી પોલીસે 935 ગ્રામ ગાંજો કિંમત રૂ. 46,750, એકમોબાઈલ ફોન 1 નંગ કિંમત રૂ. 5,000 સહિત કુલ 51,750નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.