નગરપાલિકાની 24, તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યાટંકારા: મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. આજરોજ ટંકારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભવ્ય વિજય સંકલ્પ સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ભાજપના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા.ટંકારા ભાજપ દ્વારા આજે કુલ ત્રણેય સ્તરની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં નગરપાલિકાની કુલ 24 બેઠકો, તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાના આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કાર્યકરો અને ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ અને જનસેવાના કાર્યો પર જનતાને અતુટ વિશ્વાસ છે. આજે ભરેલા આ ફોર્મ માત્ર કાગળ નથી, પરંતુ ટંકારાના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ છે.આ તકે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પેજ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'ભારત માતા કી જય' તેમજ 'વંદે માતરમ'ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોએ જીતના દ્રઢ વિશ્વાસ સાથે આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, અને ટંકારાના મતદારો ફરી એકવાર ભાજપ પર પસંદગીનો કળશ ઢોળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.તેમ મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીની યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #Tankara #Morbi #TankaraNews #BJP #BJPTankara #LocalBodyElections #GujaratElections #Election2026 #GujaratNews