નગરપાલિકાની 24 માંથી 17 બેઠકો જીતવાનો કાંતિલાલ અમૃતિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો: સમર્થકો મોટી સંખ્યામાં કચેરીએ ઉમટ્યામોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. માળિયા મિયાણા ખાતે રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમની સાથે પહોંચ્યા હતા.ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આગામી ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાંતિલાલ અમૃતિયાએ સ્પષ્ટ દાવો કર્યો હતો કે માળિયા નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો પર તેઓ ચોક્કસપણે જીત મેળવશે. બીજી તરફ ભાજપ તરફથી મોટા દહીસરા બેઠક પરથી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મનિષ કાજીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી માત્ર ભાજપ જ નહીં, પરંતુ કોંગ્રેસના સમર્થકો અને ઉમેદવારો પણ તાલુકા પંચાયત અને નગરપાલિકાની કચેરી ખાતે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.#MorbiUpdate #MaliyaMiyana #LocalElections #GujaratElections #PanchayatElections #Election2026 #MorbiNews #GujaratPolitics