મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યોમોરબી : મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તારીખ 11-04-2026 ના રોજ શનિવારે પૂર્ણ થઈ છે. શરૂઆતના દિવસોમાં ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયામાં છેલ્લા બે દિવસમાં, ખાસ કરીને શનિવારે, ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.મોરબી જિલ્લા પંચાયત:● મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.● છ દિવસ દરમિયાન કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા છે.● જેમાં અંતિમ દિવસે શનિવારે સૌથી વધુ 69 ફોર્મ રજૂ થયા હતા.મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયત:● મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો (મોરબી, માળીયા-મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ) ની કુલ 98 બેઠકો માટે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા હતા.● 5 તાલુકા પંચાયતો માટે કુલ 415 ફોર્મ ભરાયા છે.● મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 83 ફોર્મ.● માળીયા-મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 76 ફોર્મ.● વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 103 ફોર્મ.● ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 65 ફોર્મ.● હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 88 ફોર્મ.મોરબી જિલ્લાની 3 નગરપાલિકા:● જિલ્લાની 3 નગરપાલિકાઓ (વાંકાનેર, ટંકારા અને માળીયા-મિયાણા) ની કુલ 76 બેઠકો માટે ચૂંટણી યોજાશે.● આ 3 નગરપાલિકાઓ માટે કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા છે.● વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 63 ફોર્મ.● ટંકારા નગરપાલિકાની 24 બેઠકો માટે 63 ફોર્મ.● માળીયા-મિયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે 77 ફોર્મ.આમ, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અને ત્યારબાદ ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદ જ ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો અંતિમ જંગમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.#Morbi #MorbiUpdate #MorbiElection #DistrictPanchayat #TalukaPanchayat #NagarpalikaElection #MorbiNews #GujaratElections #LocalBodyElection