રઘુવીર સેના મોરબીના અગ્રણીઓએ સદાવ્રતમાં લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી અનોખી રીતે પૂણ્યતિથિ ઉજવી મોરબી : મોરબીમાં માનવસેવાના પર્યાય સમાન જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજે સદાવ્રત દ્વારા જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચાલે છે. ત્યારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સંસ્થાપક અને લોહાણા સમાજ અગ્રણી સ્વ. રસિકલાલ અનડકટની પૂણ્યતિથિ નિમિત્તે તેમના આત્માની શાંતિ અર્થે મોરબી રઘુવીર સેનાના અગ્રણીઓ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. રઘુવીર સેનાના અગ્રણીઓએ લોકોની સેવા કરી સ્વ. રસિકલાલભાઈને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબીના પ્રમુખ હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.નોંધનીય છે કે, મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓની શરૂઆત સ્વ. રસિકલાલ અનડકટના નેતૃત્વમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત જલારામ ધામ ખાતે સ્વ. રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ પણ તેમના સુપુત્ર કેયુરભાઈ અનડકટ સહિતના પરિજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના આ 'સાવજ' દ્વારા રોપાયેલું સેવાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બનીને અનેક લોકોને આશરો આપી રહ્યું છે.#Morbi #JalaramDham #RaghuvirSena #MorbiUpdate #ServiceToMankind #LohanaSamaj #Tribute #Humanity