વિદાય ગીત, વિદાયપત્ર અને સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા સાથે વિદ્યાર્થીઓએ લીધી વિદાયટંકારા: ટંકારાની હીરાપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના અંતિમ ચરણમાં પહોંચેલા આ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવા માટે શાળા પરિવાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ધોરણ 6 થી 8 ની બાળાઓએ સુંદર અભિનય સાથે વિદાય ગીત રજૂ કરીને માહોલને ભાવસભર બનાવી દીધો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણી દ્વારા ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને વિદાયપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને જીવનના આગામી શિખરો સર કરવા માટે પ્રોત્સાહક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.વિદાયની આ ક્ષણોને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ હીરાપર ખાતે આવેલ રામદેવ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા માણી હતી. ત્યારબાદ શાળાના તમામ બાળકોએ સાથે મળીને પાઉભાજીનો અલ્પાહાર કર્યો હતો. આમ, હર્ષ અને ઉલ્લાસ સાથે હીરાપર શાળાના વિદ્યાર્થીઓએ પોતાની શાળાકીય યાદોને તાજી કરી વિદાય લીધી હતી.#MorbiUpdate #Tankara #HiraparSchool #Farewell2026 #StudentLife #EducationNews #MorbiNews #FarewellParty