અનેક જુના ચહેરાઓના પરિવારના સભ્યોને પણ મળી ટીકીટ, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના અગ્રણીઓ પણ લડશે ચૂંટણીમોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષે સંગઠનના અગ્રણીઓ તેમજ અનેક પૂર્વ કાઉન્સિલરો અને તેમના પરિવારજનો પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા અને ભુપતભાઈ જરીયાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે પક્ષે અનેક વોર્ડમાં રિપીટ થિયરી અપનાવી છે અથવા પૂર્વ અગ્રણીઓના પરિવારજનોને ટિકિટ આપી છે. ● વોર્ડ નં. 1: જયંતીભાઈ પડસુંબિયા (ગત ટર્મ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન)● વોર્ડ નં. 2: મનસુખભાઈ સારેસા (ગત ટર્મમાં તેમના પત્નિને ટિકિટ મળેલ)● વોર્ડ નં. 3: જીજ્ઞેશભાઈ કૈલા (ગત ટર્મમાં તેમના પત્ની જાનકીબેન જિલ્લા પંચાયતમાં લડેલા અને ઉપપ્રમુખ બનેલા)● વોર્ડ નં. 5: મંજુલાબેન ચૌહાણ (ગત ટર્મમાં ભડિયાદ સરપંચ રહી ગયેલા)● વોર્ડ નં. 5: ભગીરથભાઈ બરાસરા (પૂર્વ કાઉન્સિલર મનસુખભાઇનો પુત્ર)● વોર્ડ નં. 7: મમતાબેન ઠાકર (રિપીટ)● વોર્ડ નં. 7: ભાવિનભાઈ ઘેલાણી (2016 માં કાઉન્સિલર બનેલ)● વોર્ડ નં. 8: જ્યોત્સનાબેન ભીમાણી (પૂર્વ કાઉન્સિલર)● વોર્ડ નં. 8: કુંદનબેન માકાસણા (પુર્વ કાઉન્સિલર શૈલેશભાઈ મકાસણાના પત્નિ)● વોર્ડ નં. 9: ભગવતીબેન કુંડારિયા (સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના પત્ની)● વોર્ડ નં. 9: નુતનબેન વિડજા (પૂર્વ કાઉન્સિલર)● વોર્ડ નં. 9: હિરેનભાઈ કારોતરા (ગત ટર્મમાં તેમના માતા સીતાબેન કાઉન્સિલર હતા)● વોર્ડ નં. 10: અલ્પાબેન કંજારીયા (રિપીટ)● વોર્ડ નં. 10: ભાવેશભાઈ કંઝારીયા (શહેર ભાજપ મહામંત્રી)● વોર્ડ નં. 11: ગોપાલભાઈ કાસુન્દ્રા (પૂર્વ સરપંચ રવાપર)● વોર્ડ નં. 12: મેઘાબેન પોપટ (રિપીટ)● વોર્ડ નં. 12: બ્રિજેશભાઈ કુંભરવાડિયા (રિપીટ)● વોર્ડ નં. 12: રિસીપભાઈ કૈલા (શહેર ભાજપ પ્રમુખ)● વોર્ડ નં. 13: જસવંતીબેન સોનગ્રા (રિપીટ)● વોર્ડ નં. 13: ભવિકકુમાર જારીયા (રિપીટ)#MorbiUpdate #Morbi #MorbiMahanagarpalika #MorbiElection #BJP #BJPMorbi #MorbiPolitics #GujaratElections #CandidatesList