વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ ફાઈલ ભેટ અપાઈમાળિયા (મિયાણા): માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે શાળા પરિવાર દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનના આગામી સોપાનમાં પણ શાળાનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓની કારકિર્દી અને જરૂરી દસ્તાવેજોના સંગ્રહને ધ્યાનમાં રાખીને શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને 20 ફોલ્ડર વાળી ડોક્યુમેન્ટ ફાઈલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા શાળાને સુંદર ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે પાણીપુરીનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. વિદાયની ક્ષણોમાં પણ આનંદ અને ઉલ્લાસ સાથે બાળકોએ પોતાની શાળાની યાદો તાજી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાન ઉર્વીશાબેન, નમસ્વીબેન અને યસ્વીબેન એ ભારે જહેમત ઉઠાવી હતી. #MorbiUpdate #Maliya #NaniBarar #SchoolEvent #Education #FarewellCeremony #MorbiNews #StudentLife