વાવડી રોડ પર આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આયોજન: ગરીબ દર્દીઓ માટે નિદાન, સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશેમોરબી: મોરબી - માળીયા (મિયાણા) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડો. પ્રશાંત મેરજાનું 18 વર્ષ પહેલા કાર અકસ્માતે 23 વર્ષની નાની વયે કરૂણ અવસાન થયું હતું. ડો. પ્રશાંત મેરજાની ભાવના હતી કે તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સેવા કરશે. તેમના આ વિચારને અમર રાખવા અને ગરીબ દર્દીઓને નારાયણ સ્વરૂપ સમજીને તેમની સ્મૃતિમાં પ્રતિ વર્ષ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 મો સર્વરોગ નિદાન, ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.આ કેમ્પ આવતીકાલે તારીખ 12/04/2026 ને રવિવારના રોજ સવારે 8:30 થી 1:00 વાગ્યા સુધી મોરબીના વાવડી રોડ પર કબીર ધામ પાસે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાશે. આ મેડિકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસબાપુ દ્વારા સવારે 9:00 કલાકે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવશે. દર્દીઓની સુવિધા માટે કબીર ધામ (આશ્રમ) અને ભૂમિ ટાવર (એપાર્ટમેન્ટ) પાસેથી વેદાંત સ્કૂલ સુધી જવા-આવવા માટે ફ્રી બસ વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.ડો. ભાવિન ગામી, સન્ની મેરજા અને ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં દર્દીઓનું નિદાન, સારવાર અને દવાઓ બિલકુલ ફ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમજ જરૂર જણાયે દર્દીને ફોલોઅપ સેવા પણ પૂરી પાડવામાં આવશે.કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાત ડોક્ટરોડો. ભાવિન ગામી (જનરલ ફિઝિશિયન અને ફેફસાના રોગના નિષ્ણાત)ડો. અક્ષય જાકાસણીયા (બાળ રોગના નિષ્ણાત)ડો. યોગેશ પેથાપરા (ઓર્થોપેડિક સર્જન)ડો. ઉમેશ ગોધવીયા (જનરલ ફિઝિશિયન, ડાયાબીટીસ અને હૃદય રોગના નિષ્ણાત)ડો. નિધિ સુરાણી ભાડજા (મગજ, માનસિક અને વ્યસન મુક્તિ નિષ્ણાત)ડો. કિશન બોપલીયા (દાંતના રોગના નિષ્ણાત)ડો. કલ્પેશ રંગપરિયા (ચામડીના રોગના નિષ્ણાત)ડો. વિશાલ બાવરવા (આંખના સર્જન)ડો. પુલકિત પ્રકાશભાઈ (કાન, નાક, ગળાના નિષ્ણાત)આ મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #FreeMedicalCamp #DrPrashantMerja #HealthCamp #MorbiNews #LocalNews #SocialService