વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી શબિર હાસમભાઈ કટિયા ઉ.31 નામના આરોપીને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3600 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને અટકાયતમાં લીધો હતો.