છેલ્લા 10 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા કરીમભાઈ જામે પાર્ટી પર લાગવગ અને વ્યક્તિવાદનો આરોપ લગાવી છેડો ફાડ્યોમોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના પ્રમુખ કરીમભાઈ જામે પોતાના તમામ હોદ્દા તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જિલ્લા પ્રમુખને મોકલ્યું રાજીનામું કરીમભાઈ જામે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ને લેખિતમાં પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે પાર્ટીની કાર્યશૈલી પર ખુલ્લા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર તરીકે નિષ્ઠાથી કામ કરતા આવ્યા છે.પાર્ટી લાગવગ અને વ્યક્તિ પર ચાલી રહી હોવાનો આરોપ રાજીનામાનું મુખ્ય કારણ આપતા તેમણે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, 'હાલ પાર્ટી કામ પર નહીં પરંતુ લાગવગ અને વ્યક્તિ પર ચાલી રહી છે. પાર્ટી દ્વારા લોક લાગણીની સદંતર અવગણના કરવામાં આવી રહી છે.' પાર્ટીની આ પ્રકારની નીતિ અને કાર્યશૈલીથી નારાજ થઈને તેમણે તાત્કાલિક અસરથી પોતાના જિલ્લાના હોદ્દા તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું છે.છેલ્લા 10 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા અને લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોદ્દેદારનું આ રીતે નારાજ થઈને રાજીનામું આપવું એ સ્થાનિક આમ આદમી પાર્ટીના સંગઠન માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.#Morbi #MorbiUpdate #AAP #AamAadmiParty #MorbiPolitics #Resignation #GujaratPolitics #MorbiNews #LocalNews