મોરબી: મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જલારામ મંદિરની બાજુમાં આવેલ એક બંધ જુના મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.મળતી વિગતો અનુસાર, મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે 02:58 વાગ્યે લાતી પ્લોટમાં જલારામ મંદિરની બાજુમાં આવેલ એક બંધ જુના મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર સાથેનો સ્ટાફ ઘટના સ્થળે રવાના થયો હતો. ફાયર ફાઈટરોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કચરામાં દારૂની બોટલો પણ મળી આવી છે. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. #Morbi #FireBreakout #MorbiFireBrigade #FireIncident #LathiPlot #MorbiUpdate #EmergencyServices #FireSafety #NoCasualties #GujaratNews